section and everything up till
*/ ?> અપમાનિત થવું આપણા હાથમાં છે? - Shabdoni Sangathe

અપમાનિત થવું આપણા હાથમાં છે?

તમને કેવી કેવી વાતો કે વસ્તુઓ યાદ રહે છે? સ્વાભાવિક છે બધાને બધું તો યાદ રહેવાનું જ નથી ને! જેમાં તમને લોકોને રસ છે કે જેને ખરેખર તમે ઉપયોગી માનો છો એ વસ્તુ કે વાતો તમને લાંબા સમય સુધી યાદ રહેશે. જો તમને ભણવામાં રસ છે અને બાઇક ફેરવવામાં નથી તો તમે શીખવાની લાખ કોશિશ કરશો પણ ક્લચ અને બ્રેકનું તમને ભાન જ નહીં રહે. લોકો ગમે એટલું શીખવાડશે પણ તમને નહીં જ આવડે. કહેવાનો મતલબ એટલો જ કે જે તમને ગમે એ તમે યાદ રાખો છો અને જે નથી ગમતું એ તમે ભૂલી જાવ છો.

આ બાબતને જ ધ્યાનમાં રાખી એક પ્રશ્ન છે કે કોઈએ તમારું અપમાન કર્યું કે તમને માર્યું કે પછી તમને ગાળો આપી તો શું એ તમે યાદ રાખો છો? ભલે સારું દેખાડવા ના કહી દો પરંતુ વાસ્તવિકતાએ તો તમે એને એકદમ સારી રીતે યાદ રાખો છો. આવું કેમ? શું એ મહત્વની વસ્તુ છે? પૂજ્ય જ્ઞાનવત્સલસ્વામીના શબ્દો કે “કોઈ તમને ગધેડો કહી જાય તો કોઈ વાંધો નથી તમે ગધેડો નથી પણ એણે કહ્યું એ વાત તમે સો વાર વાગોળ્યા કરો તો પછી ખરેખર તમે ગધેડા છો.” આ વાત એકદમ સચોટ છે; સામેવાળું એકવાર બોલ્યું પણ તમે એને સો વાર મનમાં વિચારી સો વાર અનુભવ્યું કે “હેં મને આમ કહ્યું, મને!” તો પછી સાચેમાં તમે એ છો તો જ તમને વિચાર આવ્યો ને! તમે જેટલું અપમાન વિચારીને બેઠા છો શું એટલું વાસ્તવિકતાએ થયું છે? વળી મન ન ભરાય તો બીજા ચારેકને પણ કહીશું કે એણે આમ કહ્યું હતું. વિચારોના વલયોમાં આપણે જ એટલા ફસાઈશું કે બહાર જ નહીં નીકળી શકીએ. પરિણામ શું આવશે? અંતે આપણા મનમાં જે તે માણસ પ્રત્યે દ્વેષ પેદા થશે અને આપણી એક મહત્વકાંક્ષા બની જશે કે સામેવાળાનો વારો આવે ત્યારે હું એને નહીં છોડું. આ આઘાત અને પ્રત્યાઘાતનો વ્યવહાર આમ ક્યાં સુધી ચલાવશો? શાંતિપૂર્વક સમાધાન ન થઈ શકે? પણ ના આપણને તો સામેવાળાને હરાવવામાં રસ હોય છે. શું એને હરાવશો તો તમને ભારતરત્ન મળી જવાનો છે? તો પછી દ્વેષના વાતાવરણમાં જીવવા કરતા હેતનું વાતાવરણ સર્જી નાખો ને!

જીવનશૈલી અને સમાજ પર નજર કરવામાં આવે તો ખરેખર આપણે ‘ગૌણદ્રષ્ટિ’ નામની વિભાવનામાં ફસાતા જઈએ છીએ. ગૌણદ્રષ્ટિ એટલે કે આપણે હંમેશા દુશ્મનને મારવામાં રસ રાખીએ છીએ ના કે દુશ્મનીને મારવામાં રસ રાખીએ છીએ. આપણે બેઇમાન લોકોને વાગોવવા કરતા બેઇમાની પુરી થાય એવું કેમ નથી ઝંખતા? જે ખોટું કરે છે એને તો ભોગગવું જ રહ્યું. જો બધા જ વ્યક્તિઓ એકમેકમાં દોષ કાઢતા રહેશે કે એકબીજાને અપમાનિત કરી મનોમન ખુશ થતા રહેશે તો પછી એ નક્કી છે કે વિનાશના દિવસો આવવામાં સહેજ પણ વાર રહી નથી. બસ આ સ્પર્ધાને અહીં જ બંધ કરીએ અને આપણે નિર્ણય લઈએ કે,

ઉપયોગી વાતોનું સ્મરણ ‘ને બિનઉપયોગી લાગે ભાર,
એક જ ઉપાય શક્ય છે; એક કાને અંદર, બીજે બ્હાર.

🖊️આદર્શ પ્રજાપતિ

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

5 comments on “અપમાનિત થવું આપણા હાથમાં છે?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *